Weather Update News: હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે માઠા સમાચાર, હજુ આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદ નહીં છોડે પીછો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે થશે કમોસમી વરસાદ
- રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
- કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
- આગામી 5 દિવસ થઈ શકે વરસાદ
ખેડૂતોની માથેથી મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. આ વખતે ઉનાળામાં પણ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે કેરી, કપાસ, ઘઉં સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું છે.
Read also : તમારા કામનું / મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ: સરકારની આ યોજના અંતર્ગત થશે બે લાખનો ફાયદો
જેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવ્યો છે. ખેડૂતો વળતરની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.
5 દિવસ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદ થશે. આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. મહીસાગર, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતત છે.
આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ
આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો આવતી કાલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે.
29 એપ્રિલે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
29મી એપ્રિલે અમદાવાદ સહિત, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્યભરમાં ઉનાળાનો મિજાજ અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમી વધી રહી છે. જ્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે.